Skip to main content

Science Facts

વિજ્ઞાન હકીકતો - મે મહિનો

૧ મે ૧૮૫૧ મહારાણી વિક્ટોરિયા દ્વારા લંડનમાં "ધ ગ્રેટ એક્ઝિબિશન" ખુલ્લુ મુક્વામાં આવ્યું
૧ મે ૧૯૩૦ પ્લુટો ગ્રહને સત્તાવાર નામ આપવામાં આવ્યું
૩ મે આંતરરાષ્ટ્રીય ઊર્જા દિન
૩ મે ૧૮૯૨ ઈંગ્લિશ ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ પેગેટ થોમસન (ઇલેક્ટ્રોન વિવર્તન દ્વારા ઇલેક્ટ્રોનના તરંગ ગુણધર્મોની શોધ માટે જાણીતા) નો જન્મ.
૩ મે ૧૯૦૨ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી આલ્ફ્રેડ કાસ્ટલર (અણુઓમાં હર્ટ્ઝિયન રેઝોનન્સનો અભ્યાસ કરવા માટે ઓપ્ટિકલ પદ્ધતિઓની શોધ અને વિકાસ માટે 1966 માં ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક વિજેતા) નો જન્મ.
૫ મે ૧૯૨૧ અમેરિકન ભૌતિકશાસ્ત્રી આર્થર લિયોનાર્ડ શૉલો (લેસરના સહ-શોધક) નો જન્મ
૫ મે ૧૯૬૧ "ફ્રીડમ – ૭" પ્રથમ સમાનવ અંતરિક્ષયાન બુધ ગ્રહ પર અમેરીકા દ્વારા છોડાયુ
૬ મે ૧૮૭૧ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી વિક્ટર ગ્રિગનાર્ડ (ગ્રિગનાર્ડ રીએજન્ટ અને ગ્રિગનાર્ડ પ્રક્રિયાના શોધક)નો જન્મ
૬ મે ૧૯૨૯ અમેરિકન રસાયણશાસ્ત્રી પોલ લોટરર્બર ( મેગ્નેટીક રેઝોન્સન ઈમેજિંગ MIRને શક્ય બનાવવા માટે કાર્ય કરનાર) નો જન્મ
૭ મે ૧૯૩૯ કેનેડામાં જન્મેલ મોલેક્યુલર બાયોલોજીસ્ટ સિડની ઓલ્ટમેન (RNA ના ઉદ્પકીય ગુણધર્મો પર કાર્ય કરનાર) નો જન્મ
૮ મે ૧૯૦૨ ફ્રેંચ માઈક્રોબાયોલોજિસ્ટ આંદ્રે માઈકલ લોફ (એંઝાઈમ અને વાઈરસ સંસ્લેષણના આનુવંશિક નિયંત્રણ અંગેની તેની શોધ માટે ૧૯૬૫ ના ફિઝિયોલોજી અથવા મેડિસિનમા નોબલ પારિતોષિક સહ‌- વિજેતા) નો જન્મ.
૧૧ મે ૧૯૯૮ રાજસ્થાનના પોખરણમાં ભારત દ્વારા પરમાણુ પરીક્ષણ કરવામા આવ્યું
૧૩ મે ૧૮૫૭ સર રોનાલ્ડ રોસ (મેલેરિયા તાવની સારવારની ક્રાંતિકારી શોધ કરનાર) નો જન્મ.
૧૫ મે ૧૮૫૯ ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી પિયર ક્યુરી (ક્રિસ્ટલોગ્રાફી, મેગ્નેટિઝમ, પીઝોઇલેક્ટ્રીસીટી અને રેડિયોએક્ટિવિટીમાં અગ્રણી)નો જન્મ
૧૭ મે ૧૭૪૯ સર એડવર્ડ એન્થોની જેનર (શીતળાની રસીના શોધક)નો જન્મ
૧૮ મે વિશ્વ એઇડ્સ રસી દિન
૧૮ મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ.
૧૯ મે ૧૯૧૦ હેલીનો ધૂમકેતુની પૂંછડીનું પૃથ્વી સાથે ઘર્ષણ
૧૯ મે ૧૯૭૧ સોવિયેત સંઘે "માર્સ-2"ને મંગળગ્રહની યાત્રા માટે રવાના કર્યુ જે  ૨૭ નવેમ્બર, ૧૯૭૧ ના રોજ મંગળની ધરતી સાથે અથડાઈને તૂટી ગયુ.
૨૧ મે ૧૮૬૦ ડચ શોધક વિલિયમ આઈન્થોવન (પ્રથમ વ્યવહારુ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ECG ના શોધક) નો જન્મ
૨૫ મે ૧૮૬૫ ડચ ભૌતિક્શાસ્ત્રી પિટર ઝીમેન (તેમની ઝીમેન અસરની શોધ માટે ૧૯૦૨ના ભૌતિક્શાસ્ત્ર માં નોબલ પારિતોષિક સહ-વિજેતા) નો જન્મ.
૩૦ મે ૧૯૭૧ અમેરિકાનું "મરિનર - ૯" મંગળ ગ્રહની યાત્રા માટે રવાના થયુ
૩૧ મે વિશ્વ તમાકુ વિરોધી દિન (યુએન દ્વારા).
યુ.એન. - યુનાઇટેડ નેશન્સ, WHO - વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનેસ્કો - યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ, સાયન્ટીફીક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન